
મોરબીના ખોખરા હનુમાન નજીક યુવાનની હત્યા
મોરબીમાં વધુ હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મોરબીનાં ખોખરા હનુમાન નજીક યુવાનની કોઈ કારણોસર હત્યા કરવામાં આવી છે. અમરશી નારાયણ સરકાર નામના 23 વર્ષિય યુવાન આજે વહેલી સવારે કુદરતી હાજતે ગયો હોય તે દરમિયાન હત્યા નિપજાવી દેવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસને જાણ થતાં દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ દિવસમાં મોરબી જિલ્લામાં આ બીજી હત્યાનો બનાવ સામે આવતા મોરબી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
[wptube id="1252022"]