
તા.૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: આજકાલ યુવાનો તેમજ નાની વયના લોકોમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયે જો તેઓને તાત્કાલિક સી.પી.આર અને ઇમર્જન્સી સારવાર મળી રહે તો તેઓનું અમૂલ્ય જીવન બચાવી શકાય છે. આ સંદર્ભે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુની કલેક્ટર કચેરી કેમ્પસ ખાતે ડૉ. જયેશા ધામેચા (એમ.ડી ફીઝીશ્યન) તેમજ શ્રી વિરલ ધીનોજા (ફાર્માસીસ્ટ) દ્વારા હૃદય રોગના હુમલા સમયે દર્દીને આપવાના થતા CPR (CARDIOPULMONARY RESUSCITATION) અંગેની તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રોગ્રામમાં રાજકોટ શહેરની તમામ મામલતદાર કચેરી (રાજકોટ શહેર પૂર્વ, પશ્ચિમ, દક્ષીણ અને રાજકોટ તાલુકા) તેમજ તમામ પ્રાંત કચેરી(રાજકોટ શહેર પ્રાંત-૧, પ્રાંત-૨ અને પ્રાંત ગ્રામ્ય) ના સ્ટાફ જોડાયો હતો.
આ તાલીમ શ્રી વિવેક ટાંક, પ્રાંત અધિકારીશ્રી, રાજકોટ ગ્રામ્ય તેમજ શ્રી સંદિપ વર્મા પ્રાંત અધિકારીશ્રી રાજકોટ શહેર-૨ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતી. જેમાં અંદાજે કુલ ૭૫ થી ૮૦ જેટલા અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓએ ભાગ લીધો હતો.