
MORBI:મોરબી માં લોકશાહી પર્વ ચૂંટણીમાં ઉત્સાહ સાથે મતદાન શરૂ થયું!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જીલ્લામાં વહેલી સવારથી મતદારો લાઈનો લગાવી ઉત્સાહભેર મતદાન કરીને પોતાની મતદાન કરવાની ફરજ પુરી કરી રહ્યા છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમની સાથે જયંતીલાલ જેરાજ નીલકંઠ વિદ્યાલય ખાતે સવારમાં 7 વાગ્યે મતદાન કરવા પહોંચ્યા હતા આ ઉપરાંત ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સાહિત્ય પોતાના વતન લીલાપર ગામે મતદાન કર્યું હતું અને મતદાન શરૂ થયા ની શરૂઆત થઈ જ મતદારોની લાંબી લાઈનો લાગી છે અને મતદાન કરવાનો જાણે કોઈ અનુરૂપતા જોવા મળ્યો છે. મતદાન શરુ થયાના પ્રથમ બે કલાકમાં ૧૧.૨૬ ટકા જેટલું મતદાન નોંધાયું છે.

મોરબી જીલ્લામાં આવતા મોરબી વિધાનસભા વિસ્તારમાં સવારે ૯ વાગ્યા સુધીમાં ૧૩.૮૦ ટકા પુરુષ અને ૬.૭૫ ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું અને ૧૦.૪૦ ટકા મતદાન નોંધાયું છે તો ટંકારા વિધાનસભા વિસ્તારમાં ૧૬.૨૯ ટકા પુરુષ અને ૬.૭૨ ટકા મતદારોએ મતદાન કર્યું હતું અને ૧૧.૬૫ ટકા મતદાન જયારે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ૧૫.૬૩ ટકા પુરુષ અને ૭.૬૭ ટકા સ્ત્રી મતદારો મળીને ૧૧.૭૮ ટકા મતદાન નોંધાયું હતું મોરબી જીલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક પર પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૧.૨૬ ટકા મતદાન નોંધાયું હતું. એકંદરે મતદાન કરવા માટે લોકો ઉમટ્યાં છે અને અનેરો થનગનાટ જોવા મળ્યો છે.








