
મોરબી જિલ્લામાં વિવિધ જગ્યાઓએ ઉત્સાહભેર ઉજવાયો યોગ દિવસ
જિલ્લાવાસીઓએ યોગાસનો કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

વિશ્વ યોગ દિવસ અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાવાસીઓ વિવિધ જગ્યાઓ પર યોગાસનો કરી આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમની સમાંતર જિલ્લામાં તાલુકા ક્ક્ષાએ અને નગર પાલિકા કક્ષાએ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં વિવિધ શાળાઓ, કોલેજ, સરકારી કચેરીઓ, ગ્રાઉન્ડ સહિતની જાહેર જગ્યાઓ સાથે જિલ્લામાં કેટલીક જગ્યાઓએ અમૃત સરોવરના કાંઠે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]








