GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞ-મહાપ્રસાદ યોજાયો

મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞ-મહાપ્રસાદ યોજાયો

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. આવી જ રીતે આ વર્ષે પણ શરદ પુનમના દિવસે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળાજ માતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં યજમાન તરીકે તરધરી (માળીયા મી.) નિવાસી હાલ મોરબીના મનીષભાઈ કાંતીલાલ ભાઈ ભટ્ટનો દીકરો વૈભવકુમાર તથા તેના પત્ની જલપાબેન બેઠા હતા અને આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી વિદ્વાન શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ દ્વારા કરાવવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ, બળવંતભાઈ વી. ભટ્ટ, જે.પી.ભટ્ટ, દિનેશભાઇ ભટ્ટ, દીપકભાઈ ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ તકે યજ્ઞના દર્શન અને પ્રસાદ લેવા માટે મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ તેમજ મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકો ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button