MORBI:ચોમાસુ માથે આવ્યું છતાં પ્રિમોન્સુન કામગીરી ન કરતી પાલીકાના બેદરકાર સ્ટાફ સામે કાર્યવાહી કરવા લેખીતમાં રજૂઆત

MORBI:ચોમાસુ માથે આવ્યું છતાં પ્રિમોન્સુન કામગીરી ન કરતી પાલીકાના બેદરકાર સ્ટાફ સામે કાર્યવાહી કરવા લેખીતમાં રજૂઆત
મોરબી નગરપાલિકા સ્ટાફ દ્વારા ચોમાસુ નજીક આવ્યે હજુ સુધી પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરાઈ ન હોવાની મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેક્ટરને લેખીત ફરિયાદ કરી લગતા વળગતા વિરુદ્ધ ખાતાકીય પગલા લેવા માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જીલ્લા કલેક્ટરને લેખીત રજૂઆત કરી જણાવ્યું છે કે મો૨બીમાં દર વર્ષે ચોમાસા પહેલા પાલીકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી ક૨વામાં આવતી હોય છે. ત્યારે વર્તમાન સમયે ચોમાસુ માથે આવીને ઉભુ છે. તેમ છતાં પણ નગ૨પાલીકા દ્વારા મો૨બીમાંથી વ૨સાદી પાણીનો નિકાલ થાય તેના માટેના જે રાજાશાહી વખતના વોકળા છે તેની સાફ-સફાઈ કરવામાં આવી નથી અને તેમાં થઈ ગયેલા દબાણોને હટાવવા માટેની પણ લેસમાત્ર કામગીરી નગરપાલીકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. ત્યારે દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવા અને ગંદકી થવી તે સહિતના પ્રશ્નો ઉભા થતા હોય છે અને ઘણી જગ્યાએ વરસાદી પાણીના નિકાલ કરવા માટે થઈને ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવતા હોય જેને લઇ જીવલેણ અકસ્માત સર્જાય તેવી પણ શકયતાઓ હોય છે. જેથી કરીને આવી ઘોર બેદરકારી દાખવનારા મો૨બી નગ૨પાલીકાના અધિકારી અને કર્મચારીઓ સામે આકરા પગલા લેવામાં આવે તેવી માંગ છે વધુમાં મો૨બી શહેરમાં વારસાદી પાણીના નિકાલ માટેના જે વોકળા આવેલા છે તેની તાત્કાલીક ધોરણે સાફ-સફાઈ કરવામાં આવે અને તેની સાથે વા૨સાદી પાણીના નિકાલમાં જે કોઈ પણ દબાણ હોય તે તમામ દબાણોને રાજકીય જે સામાજીક શેહ શરમ વિના તોડી પાડવામાં આવે તેવી માંગ સાથે લેખીત રજૂઆત કરવામાં આવી છે.








