
ટંકારામાં વિશ્વ આદિવાસી દિનની સૌપ્રથમ વખત ઉજવણી કરાય

ટંકારા મા પહેલી વાર ૯ ઓગસ્ટ ના”વિશ્વ આદિવાસી દિવસ”ની “જય આદીવાસી, જય વિરસામુંડા , જય જોહાર ના ગગન ભેદી નારા સાથે પરંપરાગત આદીવાસી પોશાકમાં ભીલ સમાજ દ્વારા , તીર કામઠા, ભાલા, ફરસી અને ડીજે ના તાલ સાથે ઐતિહાસિક શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી.

ઉપસરપંચ શ્રી નિર્મળા બહેન ચાવડા અને સભ્ય શ્રી મીનાબહેન મહેતા એ આમ્બેડકર ભવન માં તથાગત ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ટંકારા દયાનંદ ચોકમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી ,ઉપસરપંચ શ્રી,સદસ્યો, તાલુકા પંચાયત સદસ્ય તેમજ સામાજિક અગ્રણીઓ નું આયોજક અરવિંદભાઈ ભીલ , દીનેશભાઈ ભીલ, નવઘણભાઇ ભીલ, લાખાભાઇ ભીલ અને જેસિંગભાઈ ભીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આશરે પાંચસો થી વધુની બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ અને મુસ્લિમ સમાજ ના મિત્રો શોભાયાત્રામાં જોડાયા હતાં ટંકારા શહેર ના લતિપર ચોકડી, દયાનંદ ચોક, ઘેટિયા વાસ, લો વાસ, ત્રણ હાટડી, નગરનાકા થઈ તિલકનગર મુકામે સમુહ ભોજન કરી રેલીનું સમાપન કરવામા આવ્યું હતું.આયોજક અરવિંદભાઈ ભીલ, સર્વજન હિતાય, સર્વજન હિતાય ના સુત્રને સાર્થક કરતા સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડા એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
ટંકારા પોલીસની પ્રશંસનીય કામગીરીને આયોજકો એ બિરદાવી હતી. પ્રવીણભાઈ ચૌહાણ. સલીમભાઇ ભુંગર, દીનેશભાઈ ગોહિલ, રમેશભાઈ ગેડીયા, મુકેશભાઈ પરમાર, જીવરાજભાઈ રાણા, ભરતભાઈ સોલંકી , મોહિત ચાવડા, હબિબભાઈ ઈસાભાઈ, હમીરભાઇ ટોળીયા, આમદભાઈ માડકિયા વગેરે મિત્રોએ સહયોગ આપી કાર્યક્ર્મ ને સુંદર બનાવ્યો હતો.









