મોરબી:ઓજ એન્ડ અક્ષર એજ્યુકેશન ટ્રસ્ટ અને રિજોઈસ રિસાયકલિંગ સેન્ટર દ્વારા વર્લ્ડ ઈન એ મેચ બોક્સ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું..

મોરબી:ઓજ એન્ડ અક્ષર એજ્યુકેશન ટ્રસ્ટ અને રિજોઈસ રિસાયકલિંગ સેન્ટર દ્વારા વર્લ્ડ ઈન એ મેચ બોક્સ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું..

પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવણી ના ભાગરૂપે ઓજ એન્ડ અક્ષર એજ્યુકેશન ટ્રસ્ટ અને રિજોઈસ રિસાયકલિંગ સેન્ટર દ્વારા વર્લ્ડ ઈન એ મેચ બોક્સ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેચ બોક્સ એટલે કે બાકસ ના એક બોક્સમાં જેટલી વધુ માં વધુ વસ્તુ સમાવી શકાય એટલી વસ્તુ ભરીને સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. જે મેચ બોક્સમાં સૌથી વધુ વસ્તુઓ હશે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. જે સ્પર્ધામાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે આ સ્પર્ધા ઓપન મોરબી છે દરેક એન્ટ્રી પાંચ જૂન ના રોજ બપોરે ત્રણથી છ દરમ્યાન જ જમા કરાવવાની રહેશે. જેમાં હરીફાઈ માં ભાગ લીધેલી બાકસ અને બાકસમાં ભરેલ વસ્તુની યાદી સાથે સામેલ રહેશે જે સ્પર્ધકે પોતે સાથે લાવવાનું રહેશે. સ્પર્ધા ની સ્પર્ધક દીઠ એન્ટ્રી ફી ₹50 રહેશે. સ્પર્ધાનું પરિણામ તારીખ 10 જૂનના રોજ જાહેર થશે. નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. વધુ માહિતી માટે રિજોઈસ રિસાયકલિંગ સેન્ટર, ઓજ એન્ડ અક્ષર એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી 6355458764 નો સંપર્ક કરવો









