
નેશનલ હાઇવે પર ના દબાણો હટાવવા માટે કામગીરી કરાઈ.

મોરબી જિલ્લા પરથી પસાર થતા નેશનલ હાઇવે પર નાના મોટા અનેક દબાણો આવેલ જેનાથી ટ્રાફિક ની સમસ્યા સર્જાવાના બનાવો અવારનવાર બને છે, ગેરકાયદેસર પાર્કિંગ વગેરે જેવી સમસ્યા ને કારણે અકસ્માતો ના બનાવો બને છે જેના કારણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિમણુક કરેલ બામણબોર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ ના અધિકારીઓ દ્વારા નડતર રૂપ દબાણો જેવાકે જાહેરાત ના બોર્ડ, ટાયર પંચર દુકાનો, લારી, ગલ્લા, કેબિનો, ગેરકાયદેસર દીવાલો વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવી. આ દબાણ માં ખાસ ત્રાજપર ચોકડી કે જ્યાં વાહનવ્યવહાર ની અવર જવર સતત રહે છે જ્યાં ચા પાન ની દુકાનો આવેલ જેના લીધે ટ્રાફિક ની સમસ્યા તેમજ ગેરકાયદેસર પાર્કિંગ થવાથી લોકો ને થતી હેરાનગતિ અટકાવવા જે આવા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.

[wptube id="1252022"]








