HALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદની આસોપાલવ સોસાયટીમાં ઘરની છત ધોતા સમયે વીજશોક લાગતા મહિલાનું મોત

Halvad:હળવદની આસોપાલવ સોસાયટીમાં ઘરની છત ધોતા સમયે વીજશોક લાગતા મહિલાનું મોત
હળવદની આસોપાલવ સોસાયરીમાં ઘરની છત પાણીથી ધોતા સમયે અકસ્માતે વીજશોક લાગતા ૩૪ વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. જે અંગેની ટેલિફોનિક જાણ પોલીસને કરવામાં આવી હતી.
વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ ટાઉનમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા હેમાંગીબેન જયકુમાર પટેલ ઉવ.૩૪ પોતાના ઘરે પાણીથી છત ધોતા હતા ત્યારે કોઇપણ કારણોસર ઇલેક્ટ્રીક શોક લાગતા હેમાંગીબેનનું મોત નીપજ્યું હતું ત્યારે મૃતકની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જે અંગે ફરજ પાર હાજર ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કરી બનાવ અંગેની ટેલિફોનિક જાણ હળવદ પોલીસ મથકમાં કરતા, પોલીસ દ્વારા પ્રાથમિક ખાતાકીય કાર્યવાહી પૂર્ણ કરી અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]








