GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં આ તે કેવો નિયમ? મોરબીમાં રોડ બંધ થાય થઈ જાય તે રીતે ટી.સી. ખોડતું વીજ તંત્ર! નિયમો જડ છે? કે અધિકારીઓની મનમાની કરી રહ્યા છે!

MORBI:મોરબીમાં આ તે કેવો નિયમ? મોરબીમાં રોડ બંધ થાય થઈ જાય તે રીતે ટી.સી. ખોડતું વીજ તંત્ર! નિયમો જડ છે? કે અધિકારીઓની મનમાની કરી રહ્યા છે!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શહેરમાં નીતિ નિયમો વગરના અને બાંધકામની મંજૂરી વગરના આઠથી દસ માળના એપાર્ટમેન્ટ બની રહ્યા છે જેમાં જરૂર પડતા વીજ પાવર માટે મોરબી શહેર વીજતંત્ર ટીસી ખોડીને વીજ પુરવઠો પૂરો પાડે છે. પણ આ ટી.સી. રોડની સમાંતર ખોડવા જોઇએ પણ રોડમાં આડા ખોડે છે જેથી રોડની અવર જવર બંધ થઈ જાય છે અને રોડનો વિકાસ રૂંધાઈ જાય છે. જેના કારણે ભુમાફિયાઓને ઘી કેળા જેવું થઈને રહે છે કેમકે એક રોડ ઉપર આડું ટીસી ઊભું કરવામાં આવતા તે ની પાછળ કાચાં પાકાં મકાનોની ઓરડી બની ગઈ છે અને રોડની સંપૂર્ણ અવરજવર બંધ થઈ ગઈ છે તેવું જોવા મળ્યું છે. મોરબી શહેરમાં સિંચાઇ વિભાગ ની નાની કેનાલ રોડ ઉપર મોટાભાગના ટીસી રોડમાં આડા ખોડવામાં આવ્યા છે તેથી રોડ નો વિકાસ રૂંધાઈ ગયો છે. તે ટી.સી. દૂર કરવા બાબતે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે વીજ તંત્રને દશ જેટલા પત્રો લખ્યા છે અને કેનાલ રોડ ઉપર આડા ખોડેલા ટી.સી. હટાવવા જણાવ્યું છે પરંતુ વીજતંત્ર એ કોઇ પ્રત્યુતર પાઠવ્યો નથી તેવું જાણવા મળ્યું છે. જ્યારે એક જ શેરી ની બનેલી એક સોસાયટીમાં સામે સામે વીસ જેટલા આઠ નવ માળના એપાર્ટમેન્ટ છે તેની દરેક આડી શેરીમાં બબ્બે આડા ટી.સી. ઉભા કરી દીધા છે જેથી તે રોડમાંથી અવરજવર ન થઈ શકે. જ્યારે લાતી પ્લોટ માં એક રોડમાં ટી.સી. આડુ ખોડી દેતા તેની પાછળના રોડ ઉપર રહેણાંકના કાચા પાકા મકાનો બની ગયા છે અને રોડની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ત્યારે આ વિજ તંત્ર આવા ટી.સી. ખોડવા માટે કોઈની મંજૂરી લેતા નથી. અને જો ટી.સી. ખસેડવાનું કહેવામાં આવે તો તેના પૈસા ભરવાનું કહે છે. તો આ તે ક્યાંનો ન્યાય? કે પછી મનમાની કરીને રોડ બંધ કરી દેવાના! આ નિયમો જડ છે? કે પછી વિજ તંત્રનાં સ્થાનિક અધિકારીઓની મનમાની? તેવો સવાલ સવાલ ઉભો થયો છે. અને લોકો વીજ તંત્રની આવી કામગીરી બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button