
MORBI :સાર્થક જ્ઞાન સાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું
સાર્થક વિદ્યામંદીર ખાતે આજરોજ જ્ઞાન સાગર પ્રકલ્પના 1051 ગ્રંથોના ગ્રંથાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ ગ્રંથ પ્રદર્શની યોજાયી હતી.
આ ગ્રંથો પુનરુસ્થાન વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયા છે.
આજ રોજ આ ગ્રંથાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાભારતી શિશુમંદિર મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા અને મહેશભાઈ જાની તેમજ પુનરુસ્થાન વિદ્યાપીઠના મોરબીના સંયોજક હરકિશન ભાઈ, રાજકોટ વિભાગ FRC ના CA સદસ્ય ગીરીશભાઈ દેવડીયા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત મોટી સંખ્યામાં શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ તેમજ શિક્ષણપ્રેમીઓએ ગ્રંથ પ્રદર્શની નિહાળી હતી
સુનિલભાઈ, રાજકોટિયાભાઈ તેમજ કિશોરભાઈ એ પોત પોતાના વક્તવ્યમાં વિદ્યાપીઠનો પરિચય, યોજના, શિક્ષણ તેમજ વ્યવહારમાં ભારતીયતા , આ માટે શાળા શુ કરી શકે, શિક્ષકોનો અને વાલીઓની ભૂમિકા વિશે વાત કરી હતી.આગાઉ જ્યારે અગ્રીમ સદસ્ય યોજનામાં શાળા જોડાઈ ત્યારે વિદ્યાપીઠના અધ્યક્ષ અને કુલપતિ શ્રીમતી ઇન્દુમતીબેન કાટદરે એ સાર્થક વિદ્યામંદીરની મુલાકાત લીધી હતી.આ સાથે સાથે આજરોજ અન્ય એક આયોજનમાં સાર્થક વિદ્યામંદિરમાં નિરંતર ચાલતા આચાર્ય પ્રશિક્ષણ અંતર્ગત પ્રખ્યાત શિક્ષણવિદ/ લેખક શ્રી ગિજુભાઈ બધેકા લિખિત પુસ્તક દીવાસ્વપ્ન આધારિત બનેલી દિવાસ્વપ્ન ફિલ્મ શિક્ષકોને તેમજ મહેમાનોએ નિહાળી હતી.
કિશોરભાઈ શુકલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ અને વાલીઓએ આ પિક્ચર જોવું જોઈએ.