MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર સફાઈ કામદાર મહિલાને કર્મચારીને સફાઈ કરવા બાબતે મારમાર્યો

WANKANER:વાંકાનેર સફાઈ કામદાર મહિલાને કર્મચારીને સફાઈ કરવા બાબતે મારમાર્યો
વાંકાનેરમાં મેહુલ ટેલીકોમ સામે પાલિકાના મહિલા સફાઈ કર્મચારીને સફાઈ કરવા બાબતે એક સખ્સે બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરી લાકડી વડે માર મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.

વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા સારદાબેન ચેતનભાઈ ચૌહાણ એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે વાંકાનેર નગરપાલિકામાં હંગામી ધોરણે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હોય અને ગત તા.૨૩ ના રોજ મેહુલ ટેલીકોમ સામે આરોપી સવજીભાઈ જેઠાભાઈ સારેસા એ સારદાબેનને કહેલ કે તું અહિયાં બરોબર સફાઈ કરતી નથી તેમ કહી ગાળો બોલી ઝપાઝપી કરી લાકડે વડે માર મારી કામમાં અડચણ કરી મુંઢ માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.
[wptube id="1252022"]








