GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER વાંકાનેર દીઘલિયા પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી.

WANKANER વાંકાનેર દીઘલિયા પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા. ૨૨ માર્ચ, ૨૦૨૪ ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિશ્વ જળ દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શાળાના શિક્ષક સતીશકુમાર સરડવાએ જળની ઉપયોગિતા જણાવી હતી. આ ઉપરાંત વિશ્વ જળ દિવસ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ જળનું મહત્ત્વ દર્શાવતા ચિત્રો દોર્યા હતા. વિશ્વ જળ દિવસની ઉજવણીમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. વિશ્વ જળ દિવસની ઉજવણી કરવા બદલ સી.આર. સી.કૉ.ઑ. મુકેશભાઈ મકવાણાએ શાળાના સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી.
[wptube id="1252022"]








