WANKANER:વાંકાનેરના મેસરિયા ગામ ખાતે ‘મહિલા ખેડૂતોની ખેતીમાં નિર્ણય લેવાની ભાગીદારી’ અંગે વર્કશોપ યોજાયો

WANKANER:વાંકાનેરના મેસરિયા ગામ ખાતે ‘મહિલા ખેડૂતોની ખેતીમાં નિર્ણય લેવાની ભાગીદારી’ અંગે વર્કશોપ યોજાયો
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) દ્વારા ચાલતા બેટર કોટન ઇનીસીએટીવ (BCI) પ્રોજેક્ટ અંતર્ગત મહીલા ખેડુતોની ખેતીમાં નિર્ણય લેવાની ભાગીદારી વધે તે અંગેના વર્ક્શોપનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકાના આશરે ૧૯ ગામના ૨૦૦ ખેડુત ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.
આ વર્કશોપમાં વાંકાનેર તાલુકા શાળામાંથી આવેલા મીનાબેન કાપડી, એલ્ડર હેલ્પ લાઇનમાંથી આવેલા રાજદીપભાઈ પરમાર, ICDS શાખામાંથી આવેલા મંજૂબેન અને પ્રવીણાબેન દ્વારા વર્કશોપને અનૂરૂપ બહેનોની નિર્ણય લેવામા ભાગીદારી વધે તે બાબતે વિગતે વાત કરી હતી.
આ ઉપરાંત આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા ચાલતા બી.સી.આઇ. પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજરશ્રી અશોકભાઇ મેર, પી.યુ. મેનેજરશ્રી હેપી વૈશ્રનાણી અને તેમજ ટપક સિંચાઈ પ્રોજેક્ટમાંથી આવેલા હરદાસભાઇ વાઢેર, યુવા જંક્શન પ્રોજેક્ટમાંથી આવેલા ભરતભાઈ સોનારા અને મચ્છુ એગ્રી પ્રોડુસર કંપનીના સી.ઈ.ઓ. સાહીદૂલાભાઈ વગેરેએ હાજર રહીને આ વર્કશોપને સફળ બનાવ્યો હતો.
આ ઉપરાંત સારી ખેતી પધ્ધતી અપનાવતા બી.સી.આઇ. પ્રોજેક્ટ હેઠળ ૬ મહિલા ખેડુતોને પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા અને બદલાતી આબોહવા સાથે ટકવા માટે તેમણે પોતાની ખેતીમાં યોગ્ય પદ્ધતિ અપનાવી છે તે બદલ તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.