
WANKANER વાંકાનેરના માટેલ નજીક ગાંજા જથ્થા સાથે મહિલા ઝડપાઇ
મોરબી એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, માટેલ ગામની સરકડીયા સીમમાં આવેલ એડીકોન પેપરમિલની બાજુના સરકારી ખરાબાની જમીનમાં ઓરડી બનાવીને રહેતી મૂળ ચોટીલા તાલુકાના રાપર ગામની વસનબેન કરમશીભાઈ ઉર્ફે કલાભાઈ સારલા ઉ.60 નામની મહિલા ગાંજો વેચે છે, જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વસનબેન રૂપિયા 15640ની કિંમતના 1 કિલો 564 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મળી આવતા પોલીસે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં મહિલા વિરુદ્ધ નાર્કોટિક્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
[wptube id="1252022"]