
વાંકાનેર વલી મટકાનો જુગાર રમતા ઇસમ ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર મીલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને વાકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર મીલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ હનીફભાઇ બચુભાઈ ભટ્ટી (ઉ.વ.૬૨) રહે. વાંકાનેર સિપાઈ શેરી નં -૨ તા. વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ.૧૧૬૦૦ નાં મુદ્દામાલ સાથે વાકાનેર સિટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








