11 વર્ષની બાળકીની હત્યા, બાળકીની માતાને મળેલા મિસ્ડ કોલની મદદથી પોલીસ ગુનેગાર સુધી પહોંચવામાં સફળ રહી

9 ફેબ્રુઆરીએ દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં 11 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલો દિલ્હી પોલીસે ઉકેલી લીધો છે. હકીકતમાં બાળકીની માતાને મળેલા મિસ્ડ કોલની મદદથી પોલીસ ગુનેગાર સુધી પહોંચવામાં સફળ રહી હતી.
પોલીસે જણાવ્યું કે 21 વર્ષીય રોહિત ઉર્ફે વિનોદે યુવતીની હત્યા કરી હતી અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઇને બાળકીની માતાએ જણાવ્યું કે, 9 ફેબ્રુઆરીના રોજ તેની પુત્રી સવારે 7.30 વાગ્યે ઘરેથી શાળાએ જવા નીકળી હતી. તેનો ભાઈ તેને શાળાએ મુકતો હતો, પરંતુ તે દિવસે તેણે બસ લીધી. જ્યારે તે રાત્રે 11.00 વાગ્યા સુધી પરત ન આવી ત્યારે અમે તેની શોધ શરૂ કરી. પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
બાળકીની માતાએ જણાવ્યું કે સવારે લગભગ 11.50 વાગ્યે એક મિસ્ડ કોલ આવ્યો હતો. તેણે નંબર પર ફરી ફોન કર્યો તો નંબર સ્વીચ ઓફ હતો. અમે કોલ અંગે પોલીસને જાણ કરી અને પોલીસે તેની તપાસ શરૂ કરી. મોબાઈલ નંબરના આધારે પોલીસે આરોપીને પકડી લીધો હતો. 12 દિવસની તપાસ બાદ આરોપી વિનોદને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે બાળકી પર બળાત્કાર થયો છે કે નહીં. બાબતે તપાસ ચાલુ છે.