HIMATNAGAR

સાબર સ્પોર્ટ સ્ટેડીયમ ખાતે આર્મી અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરાયુ

સાબર સ્પોર્ટ સ્ટેડીયમ ખાતે આર્મી અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરાયુ

આગામી તા.૨૯ જુલાઇ ૨૦૨૩ થી તા.૦૮ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન સાબર સ્પોર્ટસ સ્ટેડિયમ, ભોલેશ્વર, હિંમતનગર, ખાતે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૨૦ જિલ્લાઓ આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, છોટાઉદેપુર, ભરૂચ, ખેડા, દાહોદ, પંચમહાલ અને બે કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દાદરા અને નગર હવેલીના નિવાસી ઉમેદવારો કે જેઓ CEE શોર્ટલિસ્ટ થયેલા હોય તેમના માટે આર્મી અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટી(All Arms), અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોર કીપર ટેકનિકલ/ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ((All Arms), અગ્નિવીર ટ્રેડ્સમેન (ધો-૧૦મું પાસ) અને અગ્નિવીર ટ્રેડ્સમેન (ધો-8મું પાસ) (All Arms) (હાઉસ કીપર અને મેસ કીપર માટે) જેવી કેટેગરી માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમ રોજગાર અધિકારીશ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button