
રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી મોરબી: સિરામિક ઉધોગમાં હાલ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે અને માથે જતા ગેસમાં ડ્યુટી વધતા સિરામિક ઉધોગને મંદીના ભરડામાં ધકેલાઇ ગયું છે. સિરામીક ઉધોગમાં વપરાતા પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમા ઈમ્પોર્ટ ડ્યુટી ૨.૫૦% હતી જેમા ૧ જુલાઈથી કેન્દ્ર સરકાર દૃારા ઈમ્પોર્ટ ડ્યુટી ૧૨.૫૦% વધારીને ૧૫% કરતા સીરામીક ઉધોગ ઉપર માઠી અસર થશે,
ખાસ કરીને સિરામીક ઉધોગમાં ઉત્પાદનમા ક્યુલ તરીકે વપરાતા નેચરલ ગેસ અને પ્રોપેન, એલપીજી ગેસનો મોટો હિસ્સો હોય છે. જેમા નેચરલ ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધુ હોવાથી અને પ્રોપેન એલપીજીમા ડ્યુટી વઘવાથી ઉદ્યોગકારોને વૈશ્વિક માર્કેટમા ટકી રહેવા એક માત્ર વિકલ્પ હતો તે પણ બંઘ થઈ ગયો, જેથી સીરામીક ઉધોગને એક્સપોર્ટ માર્કેટમાં ચાઇના સામે હરિફાઈમા ટકવું અઘરુ બની રહેશે અને એક્સપોર્ટ ઉપર માઠી અસર થશે
[wptube id="1252022"]