WANKANER:વાંકાનેરના ગ્રામ્ય વિસ્તાર કલાવડી પ્રતાપગઢ વાલાસણ પીપળીયા રાજ ની મતદાર પ્રજાને સિંચાઈનું પાણી માટે તાલુકા પંચાયતના સદસ્ય અમીનાબેન શેરસીયા એ માંગણી કરી

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તાર કલાવડી પ્રતાપગઢ વાલાસણ પીપળીયા રાજ ની મતદાર પ્રજાને સિંચાઈનું પાણી માટે તાલુકા પંચાયતના સદસ્ય અમીનાબેન શેરસીયા એ માંગણી કરી

વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય અમીનાબેન શેરસીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે વાંકાનેર પંથકમાં પ્રજાના વિવિધ પ્રશ્નોને વિકાસની દિશામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રજા ચિંતક કાર્ય અંતર્ગત ગુજરાત ના દરેક શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારને વિકાસની દિશામાં વણાંક આપવામાં આવી રહ્યો છે જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાયાની પ્રાથમિક સુવિધા સાથે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ગામજનોને સમસ્યા મુક્ત કરવાના પ્રયાસો અંતર્ગત વાકાનેર પંથકમાં અપૂરતો વરસાદ હોવાના કારણે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તાર ના મતદારોને હાલાકી ના પડે તે હેતુસર સમયસર સિંચાઈનું પાણી વાંકાનેરના નવા જૂની કાલાવડી પ્રતાપગઢ વાલાસણ પીપળીયા રાજ વિસ્તારના લોકોને સમયસર મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારના પીપળીયા રાજના સદસ્ય અમીનાબેન શેરસીયા એ તાલુકા પંચાયત ના પ્રમુખ સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ મૌખિક માંગણી કરી છે જેને ધ્યાને રાખી તત્કાલ વાંકાનેર તાલુકાના નવાજૂની કાલાવડી પ્રતાપગઢ વાલાસણ પીપળીયા રાજ સહિતના ગામીય વિસ્તારો ના ખેડૂતો મતદારોને નિયમિત સિંચાઈનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા નું આયોજન અંગે લાગણી ભેર માંગણી કરવામાં આવી છે તેમ એક અખબારી યાદીમાં પીપળીયા રાજ ના સદસ્ય અમીનાબેન શેરસીયા એ જણાવ્યું છે





