GUJARATNAVSARI

Navsari: જલાલપોર તાલુકાના વેસ્મા ખાતે ધારાસભ્ય આર.સી પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વેસ્મા ખાતે કાર્યક્રમમાં ભારત સરકારના એડીશનલ સેક્રેટરી વર્ષા જોષી વિશેષ ઉપસ્થિત રહયા હતા.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ખાતે જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ભારત સરકારના એડીશનલ સેક્રેટરી વર્ષા જોષી વિશેષ ઉપસ્થિત રહયાં હતાં.           આ પ્રસંગે ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદે્શ છે કે,  છેવાડાના લોકોને કેન્દ્ર અને રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ અપાવી સો ટકા સિધ્ધિ હાંસલ કરવાની છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાનો લાભ અપાવવા  માટે રાજ્યના ગામેગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના જેના થકી રૂા.૧૦ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મેળવી શકાય છે, જેનો દરેકને લાભ લેવા જણાવ્યું હતુ. પ્રધાનમંત્રી ઉજજવલા યોજના થકી મહિલાઓને ધુમાડામુક્ત કરી અનેક બીમારીઓથી બચાવી છે. સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે અભિયાન હાથ ધરવામા આવ્યું છે. સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી અંતર્ગત ઘર અને ગામને સ્વચ્છ રાખવા જણાવ્યું હતું.ધારાસભ્યએ રાસાયણિક ખેતીના બદલે લોકોને પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, સરકાર છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ છે. દરેક લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ગામના લોકોને સ્ટોલની મુલાકાત લઈ દરેક યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરાયું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારશ્રીની યોજનાથી થયેલા લાભો અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતાં. કાર્યક્રમના અંતે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્થાનિકો માટે એક ડ્રોનના ડેમોનું પણ આયોજન કરાયું હતું. ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથા તથા સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજનાઓ અંગે આધુનિક રથના માધ્યમથી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. તેમજ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, પદાધિકારીઓ/અધિકારીઓ, ગામ આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગની ટીમ સહિત ગામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button