
MORBI:મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા આવતીકાલે મહા સંમેલન નું આયોજન!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી પાટીદાર સમાજ દ્વારા આજે કન્યા છાત્રાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પાટીદાર અગ્રણીઓએ વિગત આપતા જણાવ્યું હતું કે આવતીકાલે બાપા સીતારામ ચોક ખાતે પાટીદાર સમાજના મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. કાજલ હિન્દુસ્તાની દ્વારા જે મોરબી ની પાટીદાર સમાજ ની દીકરીઓ વિષે જે બફાટ કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં થોડા દિવસ પહેલા પાટીદાર સમાજ દ્વારા રેલી નું આયોજન કરીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાટીદાર સમાજની માંગ છે કે કાજલ હિન્દુસ્તાની જાહેરમાં આવીને માફી માંગે. પરંતુ આજ દિન સુધી કાજલ હિંદુસ્તાનીએ માફી ન માંગતા પાટીદાર સમાજ મોરબી દ્વારા આવતીકાલે મોરબી નાં રવાપર રોડ ઉપર આવેલી બાપા સીતારામ ચોકમાં મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહેવાનાં છે. જો કાજલ હિંદુસ્તાની માફી નહીં માંગે તો આગામી દિવસોમાં મોરબી બંધ નું પણ જાહેરાત કરવામાં આવી છે સાથોસાથ જ્યાં પાટીદાર સમાજની વસ્તી વધુ છે તેવા ગામોમાં સંમેલન કરવાની પણ આજે જાહેરાત કરવામાં આવી છે. પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું છે કે અમોએ પાટીદાર સમાજના રાજકીય, સામાજિક, અને ઉદ્યોગપતિઓને કે જેવો પાટીદાર સમાજના છે તેમને આમંત્રણ આપ્યું છે. હવે તેઓ આવતીકાલે સંમેલનમાં હાજરી આપે છે કે કેમ? એ જોવું રહ્યુ! આ પત્રકાર પરિષદમાં વડીલ બેચરભાઈ હોથી, યુવા કાર્યકરો ટી. ડી. પટેલ, એ. કે. પટેલ અનિલભાઈ વરમોરા, પંકજભાઈ રાણસરિયા, અરુણભાઇ વીડજા પત્રકાર પરિષદ માં ઉપસ્થિત રહ્યા હતા!





