
TANKARA સજનપર પ્રાથમિક શાળા
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી
આજ રોજ શ્રી સજનપર પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાની વિધાર્થિનીઓએ ભારતની મહાન અને સફળ મહિલાઓના પાત્રો ભજવ્યા અને તે મહિલાઓનું દેશ પ્રત્યે યોગદાન વિશે રસપ્રદ માહિતી આપી જેમાં ભારતની શક્તિશાળી મહિલાઓ જેવી કે મધર ટેરેસા, કિરણ બેદી, દ્રૌપદી મુર્મુજી,સરોજની નાયડુ, સુનીતા વિલિયમ્સ, કલ્પનાચાવડા,પી.ટી.ઉષા,જીજાબાઈ,મેડમ ભીખાઈજી કામા,સાનિયા મિર્જા, સાવિત્રી બાઈ ફૂલે,ડો.આંનદી જોશી, આંનદીબેન પટેલ, ઝાશીની રાણી,મલ્લિકા સારાભાઈ વગેરે જેવી શક્તિશાળી મહિલાઓના પાત્રો ભજવી તેના જીવનચરિત્ર વિશે માહિતી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સરસ આયોજન શાળાના શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું જે બદલ શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
[wptube id="1252022"]