WANKANER:વાંકાનેર સીટી પોલીસ દ્વારા ભાટીયા સોસાયટી કન્યા પ્રા. શાળા ખાતે સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપતા પીએસઆઇ

વાંકાનેર સીટી પોલીસ દ્વારા શ્રી ભાટીયા સોસાયટી કન્યા પ્રાથમિક શાળા ખાતે સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપતા પીએસઆઇ

વાંકાનેર: આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સાયબર ક્રાઇમ નો ભોગ લોકો બની રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે કાનૂની માર્ગદર્શન શિબિર કેન્દ્ર ના કેમ્પ કરી લોકોમાં જાગૃતતા લાવવાની સાથે સાથે ક્રાઈમ રેટ ઘટે તેવા મોરબી જિલ્લા પોલીસ વડાના રહ્યા હોય જેના ભાગરૂપે વાંકાનેર સીટી પોલીસ દ્વારા મહિલા પીએસઆઇ ડી વી કાનાણી એ ગત તારીખ 25-10-2023 ના રોજ વાંકાનેર
શ્રી ભાટિયા સોસાયટી કન્યા પ્રા મા સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામ અને વ્યસન મુક્તિ અન્વયે કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં જિલ્લા પોલીસ વડાના સુચના અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ના પી.આઈ પીડી સોલંકીના માર્ગદર્શનથી મહિલા પીએસઆઇ ડી.વી. કાનાણી મેડમ અને તેના સ્ટાફ દ્વારા શાળાની ધોરણ 6,7, 8, ની તમામ વિદ્યાર્થીનીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં આજના ડિજિટલ યુગમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને તેની ગંભીર અસરો વિશે પીએસઆઇ મેડમ દ્વારા બાળકોને ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી એન્ડ્રોઇડ મોબાઇલમાં આવતી facebook અને instagram જેવી એપ્લિકેશન માં અજાણતા કોઈપણ માહિતી જોવી કે શેર કરવી નહીં તેની ઘાતક અસરો વિશે વિસ્તૃત માહિતી બાળકોને આપી કાર્યક્રમના અંતે કન્યા શાળાના આચાર્યશ્રી અતુલભાઇ બુદ્ધદેવ દ્વારા બાળકોને ઉપરોક્ત વિષય અંગે યોગ્ય માહિતી આપી મોબાઈલ નો સાચી રીતે અને શિક્ષણમાં ઉપયોગી એપ્લિકેશન ના ઉપયોગ અંગે પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત વાંકાનેર સીટી પોલીસ ના મહિલા પી.એસ.આઇ ડી વી કાનાણી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ નો આ તકે શાળા પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો. જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે








