WANKANER વાંકાનેરમાં નગરપાલિકાએ દબાણ ઉપર બુલડોજર ફેરવ્યું!!!

WANKANER વાંકાનેરમાં નગરપાલિકાએ દબાણ ઉપર બુલડોજર ફેરવ્યું!!!
વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા અને તેમની ટીમ દ્વારા નવરાત્રી દિવાળી અંતર્ગત દબાણ ઝુંબેશ ને વિરામ આપ્યો હતો તે અગાઉ નોટિસો દબાણકર્તા ને પાઠવેલ હોય જેના અનુસંધાને તહેવારો પૂર્ણ થયા બાદ ફરી બીજી વખત નોટિસ નાખેલ હતી છતાં પણ દબાણ ધારકો દબાણ દૂર કરવામાં સક્રિય ના થતા અંતે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા અને તેમની ટીમ દ્વારા રૂબરૂ સમગ્ર વાંકાનેર પંથકમાં નગરપાલિકાની હદમાં આવેલા વિસ્તારોમાં જાતે મૌખિક જાણ કરી દબાણો દૂર કરી દેવા અપીલ કરી હતી ત્યારબાદ જે તે દુકાન ધારકો કેબીન ધારકો પોતાની સ્વૈચ્છાએ અમુક એ છાપરા દુકાનો જાતે ઉતારી લીધા હતા તો અમુક એ પોતાનું દબાણ યથાવત રાખતા નગરપાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા ની આગેવાની હેઠળ સમગ્ર નગરપાલિકાનું સ્ટાફ બુલડોઝર સાથે દબાણકર્તા સામે ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની ઝુંબેશ ઉપાડી હતી જેમાં વાંકાનેર ના વિવિધ વિસ્તારો ગ્રીન ચોક પુલ દરવાજા દાણાપીઠ વાંઢા લીમડા ચોક નેશનલ હાઈવે જકાતનાકા વિસ્તારમાં ગેર કાયદેસર ઓટા દુકાન ના છાપરા લારી ગલ્લા વાળા ને દુર કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દબાણ ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ હોવાથી દૂર કરવામાં આવ્યા હોય તેમ ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા એ જણાવ્યું હતું વધુ માં જણાવાયુ મુજબ આગામી દિવસો માં પણ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે તેમજ પ્રજાજનો તેમજ વેપારી પણ સહકાર આપે એવી અપીલ કરેલ જે વાંકાનેર ના દબાણો દૂર કરતું તંત્ર તસવીરમાં દ્રશ્યમાન થાય છે









