WANKANER:લાકડ ધાર ગામે ખાતમુહૂર્ત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા

WANKANER:લાકડ ધાર ગામે ખાતમુહૂર્ત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા
“વાંકાનેર ના માટેલથી લાકડ ધાર એપ્રોચ ૪.૮૦૦ કિલોમીટરના માર્ગોની મંજૂરી ની મોર લાગ્યા બાદ છ માસમાં રોડ રસ્તા થશે મજબૂત વિકાસ ₹ ૫૪૫.૫૧ લાખ ના ખર્ચે થનાર માર્ગનું ખાતમુરત થયું”

મોરબી જિલ્લા ના માર્ગ મકાન પંચાયત વિભાગ ના વાંકાનેર તાલુકાના મંજુર થયેલા જુદાજુદા રસ્તાઓના ખાતમુરત ભાજપ શાસનકાળમાં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા પહેલા પાકા માર્ગો મજબૂત થાય તેવા પ્રયાસો અંતર્ગત વાંકાનેર તાલુકાના માટેલ થી લાકડ ઘાર નો માર્ગ મંજૂરી પામતા આજ રોજ તારીખ 13 3 2024 ના રોજ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતું તેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર ભાજપ જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા તાલુકા ભાજપ પ્રમુખ રતિભાઈ અણીયારી અને રણજીતભાઈ સદસ્ય અજયભાઈ સદસ્ય સહિત કાળુભાઈ કાંકરેચા તેમજ વાઘજીભાઈ ચેરમેન સહિત મેરા ભાઈ બાંધકામ સમિતિ ચેરમેન અને લાકડ ધાર ગામ પંચાયતના સભ્યો સહિત સરપંચ મેરા ભાઈ અને સમગ્ર ગામના અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી જેમાં કાર્ય પાલક એન્જિનિયર કે કે ઘેટીયા. એન.જી. પારઘી વગેરે મહાનુભવો ની વિકાસલક્ષી દિશામાં રસ્તા નું ખાત મુહૂર્ત નિમિત્તે હાજર રહી ઝડપી સારા અને મજબૂત રોડ બનાવવાની તકેદારી ની સૂચના કરવામાં આવી હતી અને છ માસમાં તે માર્ગ બની જાય તેવી ચીવટ રાખવા સાંસદ અને અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને સૂચન કર્યું હતું









