
મોરબી:સીરામીક કારખાનામાં સ્પ્રે ડાયરની ચીમની પડતા એક મહિલાનું મોત

મોરબીમાં બીપોરજોય વાવઝોડાને કારણે તેજ પવન ફૂંકાય રહ્યાની વચ્ચે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ કોયો ગ્રેનાઇટો સીરામીક કારખાનામાં આજે સ્પ્રે ડાયરની ચીમની માથે પડતા ત્યાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિક મહિલા રામકન્યા બન્નોસિંહ બાઓઇનું મોત નીપજ્યું હતું. અન્ય એક શ્રમિકને ઇજા પહોંચી હતી. આ કારખાનામાં સ્પ્રે ડાયરની પાસે દસ જેટલા લોકો કામ કરતા હતા ત્યારે અચાનક ચીમની માથે પડતા મહિલાનું મોત થતા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]








