
વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુ સોમાણી ગ્રામ્ય વિસ્તારમાં પ્રજા વચ્ચે!!!

વાંકાને : વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સત્તા પ્રાપ્ત કર્યા પછી પણ મતદાર પ્રજાના વચ્ચે રહી પ્રજાના વિવિધ પ્રશ્નોને સાંભળી વિકાસની દિશામાં વળાંક આપવા ના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વાંકાનેર નજીક રાજાવડલા ગામ ખાતે જન સંપર્ક અંતર્ગત રાજા વડલા ના મતદારોને મળ્યા હતા અને લાઈટ પાણી રોડ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી મજુર વર્ગ થી માંડી ખેડૂતો અને ખેત મજૂરી કરતા વ્યક્તિઓને નજીક રહી પાયાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસને વેગ આપી રહેલા કાર્યોમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ઝડપી વિકાસ લક્ષી કાર્યનો લાભ મળે તેવા પ્રજા હિત પ્રશ્નો અંગે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં થી વિકાસલક્ષી ગ્રાન્ટનો લાભ સંપૂર્ણ મતદાર પ્રજા લક્ષી કાર્યને સ્થાન અપાવવા માટે ના પ્રયાસો વિધાનસભા 2022 ચૂંટણીમાં વિજયપદ પ્રાપ્ત કર્યાની સાથે સતત પ્રજાની વચ્ચે રહી પ્રજાના પ્રશ્નોને સાંભળી ન્યાયક પ્રશ્નોનો તત્કાલ હલ કરી પ્રજાહિત કાર્યોમાં લાગી ગયા છે જે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે મતદાન પ્રજા નો સંપર્ક કરતા 67 વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તસવીરમાં દ્રશ્યમાન થાય છે









