WANKANER વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો

WANKANER વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે અપહરણના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે તપાસ ચલાવતા આરોપીને મહીસાગર જીલ્લામાંથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે
મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા હદ વિસ્તારમાં કારખાનામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલ આરોપી રાજુ નવાભાઇ મસાર હાલ મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ગામના ચાર રસ્તા ખાતે હોવાની બાતમીને આધારે ટીમને રવાના કરી હતી
મહીસાગર જીલ્લાના બેડવલ્લી ગામના ચાર રસ્તા પાસેથી આરોપી રાજુ નવાભાઇ મસાર (ઉ.વ.૨૧) રહે અરવલ્લી જીલ્લા વાળાને ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે તેમજ ભોગ બનનારને શોધી કાઢી પોલીસ મથકને સોપવામાં આવી છે