WANKANER:વાંકાનેર નાં ક્રેવિટા સિરામિક માં રસોઈ કરતી વેળા એ ગેસની લાઈન લીકેજ થતાં પાંચ વ્યક્તિ દાઝી ગયા

વાંકાનેર નાં ક્રેવિટા સિરામિક માં રસોઈ કરતી વેળા એ ગેસની લાઈન લીકેજ થતાં પાંચ વ્યક્તિ દાઝી ગયા

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે અચાનક ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જેમાં કુલ પાંચ જેટલા મજુરોને ઈજાઓ પહોંચી હતી, જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જેમાં આશિષ બંજારા , રાહુલભાઈ કુશવાહ , લક્ષ્મણ કહાર , હિતેશ કુશવાહ , વિકાસ બંજારા સહિત પાંચ શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ..








