
તા.૮ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટની જામનગર રોડ પર આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તા.૧૨ જૂનના રોજ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં જુદા જુદા તાલુકાના જુદા જુદા એકમો દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યુ યોજાશે.

જેમાં ઈલેક્ટ્રીશીયન, ફીટર, કોપા, વાયરમેન, વેલ્ડર, મશીનીષ્ટ, ટર્નર મુજબના ટ્રેડમાં ભરતી પ્રમાણેની લાયકાત ધરાવતા ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ, આધાર કાર્ડ તેમજ પાસપોર્ટ ફોટા સાથે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નાગેશ્વર મંદિર પાસે, શેઠનગર સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ૦૨૮૧-૨૯૯૨૧૬૪ પર સંપર્ક કરી શકશે. તેમ જામનગર રોડ આઈ.ટી.આઇ.ના આચાર્યશ્રીની યાદીમાં જણાવ્યું છે.
[wptube id="1252022"]








