WANKANER:વાંકાનેર ના દિધલીયા ગમે દીપડો લટાર મારવા આવી પહોંચ્યો અડધો ડઝન પશુ ને પંજો માર્યો ૪ ના મોત ૨ ઘાયલ

વાંકાનેર ના દિધલીયા ગમે દીપડો લટાર મારવા આવી પહોંચ્યો અડધો ડઝન પશુ ને પંજો માર્યો ૪ ના મોત ૨ ઘાયલ
બે ઘેટી બે ઘેટા એક ભેંસ ની પાડી એક બકરી પર હુમલો કરતા 1 ઘેટી1 વાછડી ઇજાગસ થયા વન વિભાગ ઘટના સ્થળે દોર્યું હતું

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામ ખાતે મોડી રાત્રે દીપડો લટાર મારવા આવી પડ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં નુર મામદભાઈ ખોરજીયા ખેડૂત વાડીએ પાણી પાવા જતા રહ્યા હોય ત્યારબાદ તેના ઘરના નજીક તેના પશુના વાડામાં બાંધેલા પશુઓ ઘેટા બકરી ભેંસ પાડી હોય જેના પર રાત્રે 12:00 વાગ્યા પછીના સુમારે દીપડાએ પોતાનો મિજાજ પ્રગટ કર્યો હોય તેમ પશુઓ પર પંજો મારી દેતા બે પશુને ઇજાગ્રસ્તઅને ચાર પશુ મૃત્યુ પામ્યા છે તેમાં વન વિભાગ ની જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ છે ત્યારે જાણવા મળેલ વિગત એવી છે કે એક પાડી અને એક ઘેટી ને ઇજાઓ થઈ છે જ્યારે અન્ય પશુ એક બકરી ત્રણ ઘેટા ઘેટી મળી કુલ ચાર પશુના મોત ઘટના સ્થળે થયા છે જેને લઈને વાંકાનેર પંથકના દિધલીયા નજીક ના અન્ય ગામ્ય વિસ્તાર જે માત્ર 1.5 km ના અંતરે આવેલા છે તેમાં ચાચડિયા શેખરડી કાછિયાગાળા દલડી સહિતના એક જ સીમાડું ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પશુઓ માટે ભયજનક બન્યા હોય ત્યારે સ્થાનિક સરપંચ પૂર્વ સરપંચ રસુલભાઈ દિધલીયા ગામ પંચાયત તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તાર ના પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા સહિતના દલડી ગામના ખેડૂતો અગ્રણીઓ આગેવાનો કે પોત પોતાના સોસ મુજબ સાવચેતી અને વન વિભાગમાં તકેદારી રાખવાની સાથે માલધારી સમાજના પશુઓને જંગલી પશુઓ દ્વારા ભોજન કરી લેતા હોય તે પશુના માલધારી સમાજના લોકોને ઝડપી સહાય ચૂકવવામાં આવે અને આ જંગલી પશુઓને પકડી પાડવા માટે પિંજરા મૂકવામાં આવે તેવી લાગણી ભેર માંગણી ઉઠવા પામી છે તેમ દલડી ગામના ન્યાય સમિતિના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના રેલવે સલાહકાર સમિતિ નરેન્દ્ર ભાઈ સોલંકી એ પણ વન વિભાગ અને સરકાર સમક્ષ લાગણી સાથે માંગણી મીડિયા સમક્ષ સૂર પૂરી પાડી છે








