WANKANER:વાંકાનેર ના નવા ઢુવા થી લાકડઘર વિઠ્ઠલ પર પાડધરા સહિત ના વિસ્તારો થી પસાર થતો માર્ગો માં ઠેર ઠેર ખાડા નો વિકાસ!!!

વાંકાનેર તાલુકાના નવા ઢુવા થી લાકડઘર વિઠ્ઠલ પર પાડધરા સહિત ના વિસ્તારો થી પસાર થતો માર્ગો માં ઠેર ઠેર ખાડા નો વિકાસ!!!

“વાહન ચાલકોને અકસ્માતનો ગંભીર ભય સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યો પગપાળા વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કરી ખરા અર્થે વિકાસ ને સ્થાન આપવા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ”

સમગ્ર મોરબી જિલ્લા પંથક મા વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં ભાજપનું ગઢ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા પંથકમાં વિકાસની માત્ર વાતો થતી હોય તેમ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પંથકમાં આવેલા આશરે 102 ગામડા અને 90 ગામ પંચાયતો આવેલ છે તેમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારને જોડતા શહેર જિલ્લાના હાઇવે તરફના માર્ગો આજના ડિજિટલ ગુજરાતમાં પણ ગાડા ધારી રહ્યા હોય તેમ વાંકાનેર પંથકના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો ના માર્ગો વિકાસની ઝપટમાં આવી જતા ઠેર ઠેર ખાડા થી વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો સતત ભય રહે છે તેમાં વાંકાનેર તાલુકાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર એવા નવા ઢુવા ગામ થી લાકડધર વિઠ્ઠલપર પાડધરા સહિતના ના ગ્રામ્ય વિસ્તારમાં પસાર થતા વાહનચાલકો સહિત સ્થાનિક ગ્રામ્ય જનનીની લાગણી સાથે માંગણી ઊઠવા પામી છે જેમાં સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો આવા જોખમી માર્ગોની મુલાકાત જાતે લઈ પગપાળા કરી ખરા અર્થે ગ્રામ્ય વિસ્તારના માર્ગોને વિકાસની દિશા આપી મજબૂત કરે તેવી લાગણી સાથે આશાઓ ભેર માગણી જન્મી છે








