MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં અપહરણ લૂંટ ને અંજામ આપે તે પહેલા પેટ્રોલિંગમાં રહેલ સીટી પોલીસે ઝડપી લીધા

વાંકાનેરમાં અપહરણ લૂંટ ને અંજામ આપે તે પહેલા પેટ્રોલિંગમાં રહેલ સીટી પોલીસે ઝડપી લીધા આરીફ દિવાન વાંકાનેર 

મોરબી જીલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત વાંકાનેર પોલીસ ટિમ સતત પેટ્રોલિયમ કરી કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે ફરજ ના ભાગે લૂંટ મારામારી અપહરણ સહિત ના ગુન્હા કરનાર સામે સતત એલર્ટ રહી હોય તેમ વાંકાનેર સીટી પોલીસ મહિલા પી એસ આઈ ડી વિ કાનાણી વાંકાનેર સીટી પીઆઇ માર્ગદર્શનથી પેટ્રોલિંગ દરમ્યાન લૂંટ ધાડ અપહરણ જેવી ઘટના કરવાના ઇરાદે શંકા સીલ વ્યક્તિઓને અટકાવી કડક પૂછ પૂછપરછ કરતા સમગ્ર ઘટનાની હકીકત પ્રકાશમાં આવી છે જેની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં આયુર્વેદિક ડોક્ટર નું અપહરણ કરવાના ઇરાદે ફરતી ટોળકી પેટ્રોલિંગમાં રહેલ પોલીસ સ્ટીમે પકડી પાડી છે જેની પોલીસ સૂત્રોએ આપેલી વિગત અનુસાર વાંકાનેર સીટી પોલીસ મથકના મહિલા પીએસઆઇ ડી વી કાનાણી અને તેની ટીમ પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન ખાનગી બાતમીના આધારેવાંકાનેર સીટી પોલીસ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત આઠ શખ્સોએ મળી ગુનાહિત કાવતરું રચી આયુર્વેદિક દવાના વ્યવસાય સાથે સંકડાયેલા ડોક્ટરને લુટી લેવા ધાડા પાડવાના ઇરાદે પ્રાણઘાતક હથિયાર ધારણ કરી લુંટ, ધાડ, અપહરણ કરી ખંડણી વસૂલવા સારૂ ગુનો કરવાની તૈયારી કરી સમાન ઈરાદો પાર પાડવા ભેગા મળી ગેંગ બનાવી ધાડ પાડવાની તૈયારી સાથે ગેંગને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી છે જિલ્લા પોલીસ


મળતી માહિતી મુજબ કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર પૈકી આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. ૨૫ રહે. પીપરડી, તા.જામ કંડોરણા જી. રાજકોટ, સિધ્ધાર્થ ઉર્ફે રોહીત ફૂલાભાઇ સાબળે ઉ.વ. ૩૦ રહે. અમદાવાદ, મણીનગર હાટકેશ્વર, ગોપાલનગર શેરી નં.-૦૩, સ્નેહા હોસ્પિટલની સામે મુળ રહે. કાસોદા તા. ધરણગાવ, જી. જલગાવ, મહારાષ્ટ્ર, રાજેશ કેદારપ્રસાદ રામાણી ઉ.વ. ૩૩ રહે. લક્ષ્મણ ગડવાલ ચોલ, ભીમનગર, કટીંગ ન-૦૫, શાહિમહિમા ચોલ, ચેતનહોલની સામે મલાડ ઇસ્ટ, મુંબઇ, મુળ રહે. પબેડીગામ, થાણુ-તા.ધનુરવા જી. ગોરખપુર, ઉત્તરપ્રદેશ, સાંઇ ઉર્ફે સુર્યા સુનિલ સકટ ઉ.વ. ૨૪ રહે. હાલ સંતોષનગર ફિલ્મસિટીગેટ, ઇસ્ટઆંબાવાડી, ઝુપડપટ્ટી, ગોરેગાવ ઇસ્ટ, મુંબઇ મુળ રહે. મલાળલિંકરોડ, પરવાસી ઇન્ડસ્ટ્રીઝ, ગોરેગાવ, ઇસ્ટ મુંબઇ, સબ ડિસ્ટ્રીક બોરીવલી મહારાષ્ટ્ર, વિશાલ નારાયણ સોનવણે મરાઠા ઉ.વ. ૨૬ રહે. હાટકેશ્વર, લાલબાઇ સેન્ટર, ગુ.હા.બોર્ડની સામે, હરીપુરાના છાપરામાં, અમદાવાદ મુળ રહે. પાચોરા, શિવાજીનગર, મસાવદ બસ સ્ટોપ પાસે, જી.જલગાવ, વરૂણ ઉર્ફે ગોલ્લુ સંજય શર્મા ઉ.વ. ૨૦ રહે. ગોરેગાવ ઇસ્ટ, ફિલ્મસિટીગેટ નં-૦૧ ની અંદર, મુંબઇ મહારાષ્ટ્ર, મુળ રહે. ભદોઇ, ઉત્તરપ્રદેશ, અનીલ ઉર્ફે અલબટ લાહાનીયા જીંબલ (ખિસ્તી) ઉ.વ.૨૩ રહે. ગોરેગાવ ઇસ્ટ, સંતોષ નગર, ફિલ્મસિટીગેટ નં-૦૧ ની બાજુમાં, ઝુપડપટ્ટીમાં, મુંબઇ, મહારાષ્ટ્ર, વાળાઓએ સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી તમામ આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને અલગ અલગ જગ્યાએથી બોલાવી કાવતરામાં સામેલ કરી આર્યુવૈદિક દવાના વ્યવસાય સાથે સંકડાયેલ ડોકટરને લુંટી લેવા ધાડ પાડવાના ઇરાદે પ્રાણઘાતક હથિયાર ધારણ કરી લુંટ,ધાડ, અપહરણ કરી ખંડણી વસુલવા સારૂ ગુનો કરવાની તૈયારી કરી સમાન ઇરાદો પાર પાડવા ભેગા મળી ગેંગ બનાવી પીસ્તોલ નંગ-૧, કિ.રૂ. ૧૦,૦૦૦/- જીવતા કાર્ટીસ નંગ-૬, કિ.રૂ. ૬૦૦/- ખાલી મેગ્જીન નંગ-૦૧ કિ.રૂ. ૧૦૦/-, એરગન એક કિ.રૂ.૫૦૦/- છરી નંગ-૪, કિ.રૂ. ૨૦૦/- લાકડાના ધોકા નંગ-૦૨, કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૮ કિ.રૂ. ૪૦,૦૦૦/-, જીયો કંપનીનું ડોંગલ એક કિ.રૂ. ૧૦૦૦/- તથા સ્કોર્પીયો ગાડી-૨ કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૨૫,૫૨,૪૦૦/- ના મુદામાલ સાથે ધાડ પાડવાની તૈયારી સાથે ગેંગને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૯૯,૪૦૦,૪૦૨,૩૪,૧૨૦(બી) તથા આર્મ્સ એક્ટ કલમ -૨૫ (૧બી) એ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button