BANASKANTHAGUJARATPALANPUR

દિયોદર તાલુકાના સરદારપુરા (રવેલ) ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ 

20 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

દિયોદર તાલુકાના સરદારપુરા (રવેલ) ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજાઈ હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી શામળભાઇ પટેલ તેમજ ગામના સરપંચ અને સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે તથા તમામ અઘિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓનું સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા હતા.રાત્રિ સભામાં સરકારશ્રીના તમામ વિભાગોના જવાબદાર અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી અને કલ્યાણકારી યોજનાઓની સરળ અને સચોટ જાણકારી આપવામા આવી હતી. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ, ઈ શ્રમ કાર્ડના લાભાર્થીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સભાને સંબોધતા સરકારશ્રીની પ્રજાલક્ષી અને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુઘી પહોંચે એના ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને તેના માટે વહીવટી તંત્ર હર હંમેશ પ્રજાની પડખે રહી લાભ અપાવવા તમામ પ્રયત્નો કરશે એવી ખાત્રી આપી હતી. ઉપરાંત હાલ ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરેક જગ્યાએ સાફ સફાઈ રાખવા અને સ્વચ્છતા થકી સ્વાસ્થ્ય સારું રાખવા તમામને આગ્રહપૂર્વક જણાવ્યું હતું. રદારપુરા Admit પ્રવેશદ્વાર નજીક ગ્રામ પંચાયત ઘર ઉપર લગાવેલા “I LOVE SARDARPURA” ના લાઈટિંગ વાળા બોર્ડને જોઈ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગામલોકોના ગામ પ્રત્યેના પ્રેમને બિરદાવ્યો હતો. અને સરકારશ્રીની વતન પ્રેમ યોજના થકી ગામને ઉપયોગી બનવા આગ્રહ કર્યો હતો.સભાના અંતે ગામના તલાટી કમ મંત્રીશ્રી નીલેશભાઈ ચૌધરી દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. રાત્રિસભામાં મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button