MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના રાતવીરડા ગામે વિદેશી દારૂની ૮ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

WANKANER:વાંકાનેરના રાતવીરડા ગામે વિદેશી દારૂની ૮ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના રાતવીરડા ગામે સીરોન્જા સીરામીકની બાજુમાં આવેલ સુરાપુરાની જગ્યા પાછળ આવેલ ખરાબામાં દરોડો પાડતા પોલીસે સ્થળ ઉપરથી ખરાબાની જમીનમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલપેક ૮ નંગ બોટલ કિ.રૂ.૨,૭૨૦/-સાથે આરોપી જીતુભાઇ ચોથાભાઇ ભવાણીયા ઉવ.૨૩ રહે.રાતાવીરડા તા.વાંકાનેરને ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે દરોડા દરમિયાન અન્ય એક આરોપી ચોથાભાઇ ખીમાભાઇ કુણપરા રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબીનું નામ ખુલતા તે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]








