MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં આનંદાલય યુનીટ દ્વારા પ્રેરણા સભા યોજાઈ

વાંકાનેરમાં આનંદાલય યુનીટ દ્વારા પ્રેરણા સભા યોજાઈ

આનંદાલય એ ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત સંસ્થા છે, આ સંસ્થા દ્વારા વ્યક્તિની સ્વ સુધારણા, લોકોનું ચારિત્ર્ય નિર્માણ સહ સર્જન, કર્મયોગ, મોજીલો પરિવાર, કર્તવ્યબોધ, હું જ મારો સર્જનહાર, આત્મબોધ વગેરે જેવા ગુણોની ખીલવણી કરતી સંસ્થા આનંદાલયના વાંકાનેર યુનિટની પ્રેરણા સભા યોજાઈ ગઈ જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પાયલબેન ભટ્ટ અને રજિયાબેન હેરંજા તથા સીમાબા ઝાલાએ જણાવ્યું હતું કે આનંદાલય ચારિત્રય નિર્માણને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી સંસ્થા છે.

વાંકાનેરમાં વિદ્યાભારતી સંકુલમાં આ પ્રેરણા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદાલયનો મુખ્ય ધ્યેય, હેતુઓ અને કાર્ય પ્રકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. રાતીદેવડી ગામમાં પણ બહેનો માટે પણ પ્રેરણા સભાનું આયોજન કર્યું હતું.આનંદાલયના મુખ્ય સ્થાપક ડૉ. અતુલભાઈ ઊનાગર પણ ઉપસ્થિત રહ્યા હતા.ડૉ અતુલભાઈ ઊનાગર, રજિયાબેન હેરંજા, ડો.પાયલબેન ભટ્ટ અને સીમાબા ઝાલાએ વિદ્યાભારતી સંકુલના ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button