
MORBI:મોરબીના પંચાસર ગામે વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબીના પંચાસર ગામમાં રહેતા ૭૫ વર્ષના વૃદ્ધે ખેતરના શેઢે આવેલ લીમડાની ઝાડની ડાળીમાં લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે

પંચાસર ગામના ચોરા પાસે રહેતા બાવજીભાઈ મનજીભાઈ પરમાર (ઉ.વ.૭૫) નામના વૃદ્ધ પોતાના ખેતરના શેઢે લીમડાના ઝાડની ડાળીમાં પોતાનું ફાળિયું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતકના પુત્રએ જાણ કરતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બાવજીભાઈ પરમારે માનસિક ટેન્શનને પગલે આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








