WANKANER: વાંકાનેર ના કોઠારીયા ગામ નજીક લજાઈ રોડ ઉપર કારખાનાની ઓફિસમાંથી રોકડ ભરેલ તિજોરીની ચોરી કરી રફુચક્કર

WANKANER: વાંકાનેર ના કોઠારીયા ગામ નજીક લજાઈ રોડ ઉપર કારખાનાની ઓફિસમાંથી રોકડ ભરેલ તિજોરીની ચોરી કરી રફુચક્કર
ઓફિસની બારીના સળીયા કાપી તસ્કર ૧.૯૪ લાખ ભરેલ લોકરની ચોરી કરી લઇ ગયા
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક લજાઈ રોડ ઉપર આવેલ વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડક્ટના કારખાનાની ઓફિસની બારીના સળીયા કાપી ઓફિસમાં રાખેલ રોકડ ભરેલ લોકરની એક ચોર ઈસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ કારખાનાના માલીક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના શક્તિ પ્લોટ શેરી નં ૯ માં રહેતા કૌશલભાઇ રમણિકભાઇ જયસ્વાલ ઉવ.૪૪ એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે કોઠારીયા, લજાઇ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફુડ પ્રોડક્ટ નામના કારખાનામાં ગત તા. ૨૮/૦૧ ની રાત્રીના આશરે બે થી ચાર વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો ચોર ઈસમ કારખાનાની દીવાલ કુદીને ઓફિસની બારીના લોખંડના સળીયા કાપીને ઓફિસમાં રોકડા રૂ.૧,૯૪,૦૦૦/-ભરેલ લોકરની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે હાલ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચોર ઈસમની ઓળખ મેળવવા તથા ચોરીના બનાવ બાબતે અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.