GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
Wankaner રાણેકપર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની રંગારંગ ઉજવણી
Wankaner રાણેકપર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની રંગારંગ ઉજવણી

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળા એટલે પ્રવૃત્તિઓ અને વિશેષ દિવસ ઉજવણીનું ઠેકાણું. આજરોજ વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળામાં ગુજરાતની સંસ્કૃતિની ધરોહર સમાન ગરબાની રમઝટ બોલાવવામાં આવી. નવરાત્રીની ઉજવણી માં બાળદેવો અને શિક્ષકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા. આ કાર્યક્રમ ની શુભ શરૂઆત નાની બાળાઓ દ્વારા માતાજીની આરતી કરીને કરાઈ.આ ઉત્સવ માં ગ્રામજનો, smc સભ્યો,વાલીઓ તથા સરપંચ એ ખાસ હાજરી આપીને બાળકોના ઉત્સાહ માં વધારો કર્યો. કાર્યક્રમના અંતમાં ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીને શાળા ના આચાર્ય અનિલભાઈ પનારા દ્રારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
[wptube id="1252022"]





