
Wankaner:રાણેકપર પ્રાથમિક શાળામાં બાળકોને હનુમાન ચાલીસા ની ભેટ તથા બટુકભોજન કરાવાયું.

વાંકાનેર ની રાણેકપર પ્રાથમિક શાળામાં આજરોજ શનિવારના શુભ દિવસે મોરબી સ્થિત ઓમ ભક્તિસુધા પુસ્તકાલય ના માલિક મનજીભાઈ પીતાંબરભાઈ કંઝારિયા દ્વારા શાળાના તમામ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર અને ઈશ્વર પ્રત્યે ઉમદા ભાવના વિકસે તે હેતુથી હનુમાન ચાલીસા પુસ્તકની ભેટ અપાય. ત્યારબાદ શાળામાં રાણેકપર સ્થિત અંબે માતાજીના ભાવિક ભક્તો શ્રીમતી હીરાબેન રમણીકલાલ ગાંધી પરિવાર (હસ્તક અશ્વિનભાઈ અને ભાવેશભાઈ) તરફથી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.આ ગાંધી પરિવાર ના સદસ્યો દર પૂનમ ના દિવસે ગામના બાળકોને બટુક ભોજન કરાવે છે.આ તકે રાણેકપર શાળા પરિવાર તેનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે.
[wptube id="1252022"]





