WANKANER:વાંકાનેર બીઆરસી ભવન દ્વારા આયોજિત બાળ-વિજ્ઞાન મેળો યોજાઈ ગયો.

વાંકાનેર બીઆરસી ભવન દ્વારા આયોજિત બાળ-વિજ્ઞાન મેળો યોજાઈ ગયો.

આજરોજ GCERT પ્રેરિત રાજકોટ ડાયટ માર્ગદર્શિત અને વાંકાનેર બીઆરસી દ્વારા આયોજિત બાળ-વિજ્ઞાન મેળો યોજાયો. જેની થીમ સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિઓ ડેપ્યુટી કલેકટર સાહેબ, મામલતદાર સાહેબ,તાલુકા પંચાયત પ્રમુખ, સંગઠન ના અધ્યક્ષ, દેવદયા ટ્રસ્ટ ના અતિથિ ભાનુબેન મહેતા અને તેમના ખાસ એવા તમામ NRI અતિથિઓ એ ખાસ ઊપસ્થિત રહ્યા.આજના વિશેષ કાર્યક્રમનું શુભારંભ માં પ્રસંગે “લાઈફ સંસ્થા” દ્વારા “બ્લડ ડોનેશન નું સુંદર આયોજન કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું. કુલ 33 શાળાઓની અલગ અલગ વિભાગ ની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વાંકાનેર તાલુકા ની અનેક શાળા ના બાળકો અને શિક્ષકો દ્વારા પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું આ સાથે બાળ વૈજ્ઞાનિક તથા તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી માટે જમવાની સુંદર વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંત માં તમામ વિભાગ માંથી દરેક વિભાગ માં પ્રથમ નંબર ને આગળ જિલ્લા કક્ષાના આ પ્રદર્શન માં પણ સફળતા મેળવવા માટે શુભકામના પાઠવામાં આવી. આ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ જય વિજ્ઞાન ના નારા સાથે કરવામાં આવી.








