WANKANER:વાંકાનેર પંથકમાં મચ્છી મચ્છરો નો આંતક વાહન ચાલકો રાહદારીઓ પરેશાન

WANKANER:વાંકાનેર પંથકમાં મચ્છી મચ્છરો નો આંતક વાહન ચાલકો રાહદારીઓ પરેશાન
“વિકાસની વાતો કરનાર નેતાઓ અને અધિકારીઓ સમસ્યા હળવી કરવામાં રહ્યા નિષ્ફળ!!!”

એક તરફ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો ને સ્થાન આપી રાજકીય નેતાઓ અધિકારીઓ સ્વચ્છતા અભિયાન કાર્ય માત્ર દેખાવ પૂરતું કરતા હોય તેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્યા યથાવત રહી છે વાકાનેર પંથકમાં આજની તારીખે મિક્સર ઋતુના કારણે ઠંડી અને ગરમીનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે ત્યારે મચ્છી મચ્છરો નો ત્રાસ ફરી દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત રહેતા તંત્રની નિષ્ક્રિયતા અને નેતાઓની નિષ્ફળતા વિકાસની વાતો માત્ર કાગળ પર રહી હોય તેમ સમસ્યાએ એના એ જ લોકો અનુભવી રહ્યા છે તો વિકાસ કોનો? અને કેવો? એ એક મોટો પ્રશ્ન આમ પ્રજામાં ચિંતક બન્યો છે વાંકાનેર પંથકમાં દવાનો છંટકાવ અને લીમડાનો ધુમાડો કરવાથી થોડી ઘણી અરશે મચ્છરોનો ઉપદ્રવ હળવો થઈ શકે તેમ છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ તંત્ર અને નેતાઓ માત્ર સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત રહ્યા હોય તેમ મોટા ભાગના લોકો અનુભવી રહ્યા છે શાસન પક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસમુક્ત રાજકીય ક્ષેત્રે રહ્યો હોય તેના પરિણામે મોટાભાગે કોંગ્રેસી નેતાઓ ભાજપમાં કેસરી ભગવો પહેરવા લાગ્યા છે તેમ કોંગ્રેસમુક્ત ની જેમ સમસ્યા મુક્ત લોકોને કરે શાસન પક્ષ ભાજપ તેવી આશાઓની કિરણો મતદાર પ્રજાની રાજકીય નેતાઓ અને અધિકારીઓ પાસે રહી છે








