WANKANER:વાંકાનેર ના વઘાસિયા ગામના દેવદિપસિંહ ઝાલાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

WANKANER:વાંકાનેર ના વઘાસિયા ગામના દેવદિપસિંહ ઝાલાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

“વાંકાનેરમાં ભાજપ અગ્રણી જગદીશ સિંહ ઝાલાના પુત્ર દેવદીપ સિંહ ઝાલા નો જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળાઓને સોનાના દાણા વિતરણ કરી અનોખી જન્મદિવસ ની કરી ઉજવણી”

વાંકાનેર ના વઘાસીયા ગામના જગદીશ સિંહ ભુરૂભા ઝાલા ના પુત્ર દેવદીપ સિંહ ઝાલા નો જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી છે વાંકાનેરના સીટી સ્ટેશન વિસ્તારમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગના જરૂરત મંદ 61 બાળકીઓને સોનાના દાણા નું વિતરણ કરી 12 માં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેથી સર્વે બાળાએ હર્ષ સાથે સોનાના દાણા ની લાણી લઈ બાળ રાજા દેવદીપસિંહ ને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી ભગવાન ઈશ્વર અલ્લાહ ને પ્રાર્થના કરી આરોગ્ય તંદુરસ્ત રહે અને દેવદિપસિંહ ઝાલા પોતાના માતા-પિતાના આશીર્વાદ સાથે વધુ પ્રગતિ કરી શિક્ષણ ક્ષેત્ર સામાજિક ક્ષેત્રે ક્ષત્રિય સમાજ નું ગૌરવ સાથે ગરીબોના બેલી કાયમ રહે તેવી શુભેચ્છા અભિનંદન જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળાઓ દ્વારા હૃદય થી શુભેચ્છાઓ ની વર્ષા થઈ હતી








