WANKANER:વાંકાનેર ના ગાડીડા ગામ માં હઝરત અબ્દુલ્લાશા પીર ના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગા બાપુ 139 ની વખત કર્યું રક્તદાન

WANKANER:વાંકાનેર ના ગાડીડા ગામ માં હઝરત અબ્દુલ્લાશા પીર ના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગા બાપુ 139 ની વખત કર્યું રક્તદાન

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે હઝરત અબ્દુલ્લાશા પીર ના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગ્ગા બાપુ જેઓની જન્મભૂમિ ધાંગધ્રા અને હાલ કર્મભૂમિ વાંકાનેરના ગારીડા ગામે વર્ષોથી વસવાટ કરે છે વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સામાજિક સેવાઓ માં તત્પર રહે છે તેવા સર્વે સમાજ ચિંતક મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ એવા મુસ્તુફા ઉર્ફે બગા બાપુ એ તાજેતરમાં 139 મી વખત રક્તદાન કર્યું છે જે અંગેની મુસ્તુફા ઉર્ફે બગા બાપુ એ જણાવેલ વિગત માં મોરબી જિલ્લા તેમજ જામનગર રાજકોટ અમદાવાદ વગેરે શહેર જિલ્લાઓમાં બ્લડ કેમ્પ માં હાજરી આપી બ્લડ ડોનેટ કરે છે જેથી અત્યાર સુધીમાં 139 મી વખત રક્તદાન કરી મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ વધાર્યું છે તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના રીબડા ગામ ખાતે સ્વ.મહિપતસિંહજી જાડેજા માજી ધારાસભ્ય ની પ્રથમ પુણ્યતિથિ ના સ્મરણાર્થે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જ્યાં વાંકાનેરના ગારીડાના હજરત અબ્દુલ્લાશા પીરના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગા બાપુએ139 બ્લડ ડોનેટ કરી સર્વે સમાજ સેવક તરીકેની ઓળખ આપી છે









