WANKANER:વાંકાનેર તાલુકા ના સરતાનપર ગામેમાં75મોપ્રજાસત્તાકપર્વનીઉત્સાહભેર ઉજવણી કરાઇ

વાંકાનેર તાલુકા ના સરતાનપર ગામેમાં75મોપ્રજાસત્તાકપર્વનીઉત્સાહભેર ઉજવણી કરાઇ

“વિવિધ પ્રજાહિત કાર્યો કરનાર ને બહુમાન સાથે સન્માન કર્યું: કલેકટર સિધ્ધાર્થ ગઢવી સાહેબ નાં હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવી રાષ્ટ્ર તિરંગાને સલામી આપી”
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ ખાતે 75 મો પ્રજાસત્તાક દિન ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વાંકાનેર કલેકટર સિદ્ધાંથ ગઢવી એ રાષ્ટ્ર ધ્વજ ને ફરકાવી સલામી આપી હતી ત્યારબાદ પ્રજાલક્ષી ફરજ ના ભાગે અને સેવાલક્ષી કાર્ય કરનાર કર્મચારીઓનું બહુમાન સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અતિથિ વિશેષ મહેમાનો નું પુસ્તક તથા પુષ્પગુછ થી સ્વાગત કરવામાં આવ્યું હતું સરતાનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભારતીય ગીત કલા પ્રદર્શન , યોગ પ્રદર્શન ,પિરામીડ નાં કૌતુક રજૂ કર્યા, સાથે માથકિયા મહેવીશ ફિરોજભાઇ – વઘાસિયા ધોરણ-૩ ની દિકરીએ પ્રાજાસતાક દિન અને તેના મહ્ત્વને સાકાર કરતુ ખુબ સરસ વક્તવ્ય આપ્યુ.તેનાથી પ્રભાવિત થઇ મુખ્ય મહેમાન પ્રાંત સાહેબે પોતાને મળેલુ આજનુ સન્માન આ દિકરીને અર્પિત કર્યુ. સાંસ્ક્રુતિક કાર્યક્રમોથી મંચસ્થ મહાનુભવો ગ્રામજનોએ તાલીઓના ગળગળાટ થી સમગ્ર શાળા શંકુલ ને ગુંજાવી દિધુ.મુખ્ય મહેમાન પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી સાહેબ,મામલતદાર શ્રી વાંકાનેર યુ.વી. કાનાણી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર આર. એ.કોંઢયા સાહેબ.,વાંકાનેર નાં તમામ વહીવટી વિભાગનો સમગ્ર સ્ટાફ માર્ગ અને મકાન વિભાગ ,પીજીવીસીએલ શિક્ષણ વિભાગ, ગ્રામ પંચાયત, પોલીસ વિભાગ ,પાણી પુરવઠા વિભાગ વન વિભાગ ,આરોગ્ય વિભાગ ,તાલુકા પંચાયત ,મામલતદાર કચેરી, પ્રાન્ત અધિકારી કચેરી માંથી પધારેલ સ્ટાફ.પ્રજાનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ માં કારોબારી ચેરમેન વાંકાનેર તાલુકા પંચાયત જિજ્ઞાસાબેન મેર,સદસ્ય શ્રી તથા આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત ના પ્રતિનિધિ વાઘજીભાઈ ડાંગરોચા,સરપંચ શ્રી સરતાનપર ગ્રામ પંચાયત ઉડેશા અલુભાઈ ભાઈ,સદસ્ય શ્રી તાલુકા પંચાયત તથા દેવુબેન હનુભાઈ વિજવાડીયા ઉપપ્રમુખ તાલુકા પંચાયત વાંકાનેર, શાળા વ્યવસ્થાપન સમિતિ સરતાનપર પ્રાથમિક શાળા,બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, સીરામીક ઉદ્યોગ ઝોન માંથી આવેલા એસોસિએશન પ્રમુખ તથા વરમોરા ગ્રુપના પ્રમુખ ચમનકાકા આજુબાજુના સિરામિક ના પ્રતિનિધિઓ,કાપડ એસોસિએસન પ્રમુખ વાંકાનેર એ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા.

કલેકટર ગઢવી સાહેબ તરફથી પોતાની ગ્રાન્ટ માંથી શાળામાં મધ્યાન ભોજન સેડ બનાવવા રૂપિયા 300000/- ત્રણ લાખ.ની ગ્રાન્ટ સહાય આપી.વરમોરા ગ્રુપના પ્રમુખ ચમનભાઈ તરફથી તમામ બાળકોને નાસ્તો,પુરસ્કાર અને શાળને વોટર કુલર ની ભેટ આપી હતી.. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકો આચાર્ય સહિત સારી એવી જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શ્રી ઇરફાનભાઇ શેરસીયા એ કરેલ.








