WANKANER:વાંકાનેર:”સશક્ત કિશોરી સુપોસિત ગુજરાત” થીમ અંતર્ગર્ત “બેટી બચાવો, બેટી પઢાવો” તથા પુર્ણા યોજના કાર્યક્રમ યોજાયો

વાંકાનેર:”સશક્ત કિશોરી સુપોસિત ગુજરાત” થીમ અંતર્ગર્ત “બેટી બચાવો, બેટી પઢાવો” તથા પુર્ણા યોજના કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ખાતે તારીખ 12 10 2023 ના રોજ ને ગુરૂવારના રોજ વાંકાનેરમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ વાંકાનેર દ્વારા આજના આધુનિક યુગમાં પણ હજુ ક્યાંક ને ક્યાંક જૂની ઢાંચાની રૂઢી માં પરિવર્તન નો અભાવ રહ્યો હોય તેવા વિચારોનો ભોગના ભાગરૂપે હજુ પણ ભુર્ણ હત્યા જેવી ઘટનાઓ જડમૂળથી નાબૂદ થાય તેવા હિતથી મહિલા ચિંતક કાર્યના ભાગરૂપે વાંકાનેર માં પટેલ સમાજ વાડી ખાતે આઇ.સી.ડી.એસ દ્રારા ”સશક્ત કિશોરી સુપોસિત ગુજરાત” થીમ અંતર્ગર્ત “બેટી પઢાવો, બેટી બચાવો” કાર્યક્રમ તાલુકા પંચયત પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયત ના પ્રમુખ કૈલાસબા હરીસિંહ ઝાલા , સી.ડી.પી.ઓ. વાંકાનેર ઘટક ૧/૨, સાથે સમગ્ર સ્ટાફ ,આરોગ્ય વિભાગ ,શિક્ષણ વિભાગ ,આઈ.ટી.આઈ , પોસ્ટ ઓફીસ વાંકાનેર, 181 અભયમ, મહિલા સપોર્ટ સેન્ટર, એલ્ડર લાઈન, કાનૂની સેવા સત્તા મંડળ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહી તેમજ વાંકાનેર પંથકના 231 કેન્દ્ર ની બહેનો સહિત સાથે આવેલ 231 થી વધુ સંખ્યામાં કિશોરીઓએ કાર્યક્રમને સફળ બનાવવા હાજરી આપેલ હતી આ કાર્યક્રમ દરમિયાન આયોજક મહિલા અને બાળ વિકાસ વિભાગ વાંકાનેર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ની શરૂઆત દીપ પ્રાગટય મહાનુભાવોના હસ્તે કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ ફૂલોથી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બાળાઓ દ્રારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રવચન સી. ડી. પી. ઓ. ભાવનાબેન ચારોલા એ મહેમાનોની સ્પીચ આપી .સર્વે મહેમાનોએ વિવિધ મહિલા કિશોરી કાનૂની સૂચન માર્ગદર્શન અને સરકારી યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી, સર્વે પ્રવક્તાઓ દ્વારા પોતાના અનુભવો સાથે ઉદાહરણ સ્વરૂપે સમાજ ચિંતક રાષ્ટ્ર ચિંતક સાથે સલાહ સુચન સાથે મહત્વના માર્ગદર્શન આપ્યા હતા, જેથી તાલીઓની ગુંજ કાર્યક્રમમાં ગુંજી ઉઠી હતી, કિશોરીઓને પ્રોત્સાહિત સ્વરૂપે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ ત્યારબાદ તમામ મહાનુભવ દ્રારા તમામ વિભાગના લાગેલ સ્ટોલ પર મુલાકાત કરવામાં આવી હતી. સી.ડી.પી.ઓ. ચાંદની બેન વૈધ્ય દ્વારા સર્વે મહાનુભાવો. મહેમાનો અને કાર્યક્રમમાં હાજર રહેલા તમામનો આભાર વ્યકત કર્યો હતો, કાર્યક્રમને સફળ બનાવવા ICDS ઘટક કચેરીના સીડીપીઓ, સુપરવાઇજર તમામ,NNM BC જીજ્ઞેશકુમાર વાટુકિયા,વિરેનભાઇ , એસ.એ. હરેશભાઇ,શાહબુદિનભાઇ તેમજ નિજામભાઇ,છાયાબેન, સ્વાતીબેન સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.








