GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના પાજ ગામે ખેતી વિષયક જમીન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ફરીયાદ નોઘાઇ 

વાંકાનેર તાલુકાના પાજ ગામે અગાઉ જમીન વેચી દીધા બાદ પણ તે ખેતીની જમીન ઉપર વાવેતર કરી પોતાનો હક જમાવતા અને ગેરકાયદેસર ખેતીની જમીન ઉપર કબ્જો કરી પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના કોટડા સાંગાણીના ભાડવા ગામમાં પિયર ધરાવતા હાલ દામજી મેપા પ્લોટમાં રહેતા મંજુબેન ભલાભાઇ કાબાભાઇ સરસીયાએ વાંકાનેરના પાજ ગામે રહેતા આરોપી યુનુસભાઇ મામદભાઇ સીપાઇ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી કે ફરીયાદી મંજુબેનની માલીકીની વાંકાનેર તાલુકાના પાજ ગામના સર્વે નં.૬૩ પૈ.૨ વાળી હે.૧-૧૪-૩૨ વાળી જમીન પચાવી પાડવાના આશયથી આરોપી યુનુસભાઇએ પોતાનો અનઅધિકૃત કબ્જો કરી વાવેતર કરી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુન્હો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]
Back to top button