WANKANER:લાકડધાર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્રસ્પર્ધાનુ આયોજન

આજ તા.10/10/2023 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ ઢુવા દ્વારા શ્રી લાકડધાર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્રસ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ

આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8 ના કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા ચિત્ર સ્પર્ધા, ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો.રવિરાજ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, અને અંતે શાળાના આચાર્ય રજનીશ દેત્રોજા દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢુવા તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા, આર.બી.એસ.કે.PHARMACIST શોયબ વકાલીયા આર.બી.એસ.કે.FHW ફીરદોશ બેન વડાવીયા અને પ્રા.આ.કેન્દ્ર ઢુવાના એમ.પી.એચ.એસ રમણભાઈ વાઘેલા, એફ.એચ.ડબલ્યુ, સી.એચ.ઓ.પણ ઉપસ્થિત રહેલ,અને કાર્યક્રમમાં સહયોગ કરેલ.








